પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે નેશનલ ડિજિટલ હેલ્થ ની શરૂઆત કરશે. જણાવવાનું કે તેનું નામ બદલીને પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એ ટ્વીટ કરીને આ મહત્વની જાણકારી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિજિટલ સ્વાસ્થ્ય મિશન ની રાષ્ટ્રવ્યાપી રોલ આઉટ ની જાહેરાત કરશે. જે હેઠળ લોકોને એક યુનિક ડિજિટલ હેલ્થ આઇડી આપવામાં આવશે. જેમાં વ્યક્તિના તમામ સ્વાસ્થ્ય રેકોર્ડ હશે.
દેશમાં સ્વાસ્થ્યની સેવા વધુ સારી બનાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન ની જાહેરાત કરી હતી. જે હેઠળ છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં NDHM ને પાઇલટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું.
ડિજિટલ હેલ્થ મિશનનો હેતુ લોકોને વધુ સ્વાસ્થ્યની સુવિધાઓ પ્રદાન કરવાનો છે. આ મિશન હેઠળ દરેક વ્યક્તિનું એક હેલ્થ આઇડી કાર્ડ બનશે.હેલ્થ આઇડી બનાવાનો વિકલ્પ પસંદ કરવા પર, લાભાર્થીનું નામ, જન્મ વર્ષ, લિંગ, મોબાઈલ નંબર અને એડ્રેસ ની માહિતી ભેગી કરાઈ છે ત્યારબાદ તે કાર્ડ બને છે.
હેલ્થ આઇડી ની મદદથી કોઈ પણ વ્યક્તિના પર્સનલ હેલ્થનો રેકોર્ડ રાખવામાં આવશે. આ રેકોર્ડને ડોક્ટર વ્યક્તિની સહમતિથી દેખાડી શકશે. જેમાં વ્યક્તિના ડોક્ટરો, સ્વાસ્થ્ય સુવિધાઓ અને લેબ જેવા તમામ રેકોર્ડ હશે. તેના દ્વારા જો કોઈ વ્યક્તિ ડોક્ટર પાસે જાય તો તેની હેલ્થ આઇડીની મદદથી એ જાણી લેશે કે તેને ક્યારે કયા ડોકટર ને દેખાડવું અને કઈ દવાઓ લીધી છે અને કઈ બીમારી અગાઉ થઈ ચૂકી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment