સોનાના ભાવમાં થયો આટલા રૂપિયા નો મોટો ઘટાડો,જાણો આજના સોનાના ભાવ

Published on: 3:57 pm, Thu, 23 September 21

આજે સ્થાનિક બજારમાં સોના-ચાંદીના વાયદામાં ઘટાડો નોંધાયો છે.ટાયરે એમસીએક્સ પર સોનું વાયદો 0.6 ટકા ઘટીને 46377 રૂપિયા પ્રતિ 10 ગામ રહો હતો ત્યારે ચાંદી એક ટકા ઘટી હતી. ગયા વર્ષની સરખામણીએ સોનુ 9823 રૂપિયા નીચે છે.

યુએસ ફેડરલ રિઝર્વે વૈશ્વિક બજારોમાં તેની માસિક બોન્ડ ખરીદી હળવી કરવાના સંકેત આપ્યા બાદ સોનાના ભાવ માં આજે ઘટાડો નોંધાયો છે ત્યારે સ્પોટ ગોલ્ડ 0.3 ટકા ઘટીને 1762.33 ડોલર પ્રતિ ઓસ હતું. ડોલર ઇન્ડેક્સ એક મહિનાની સપાટીની નજીક રહ્યો.

ફેડના ચેરમેન જેરોમ પોવેલ જણાવ્યું કે સેન્ટ્રલ બેંક નવેમ્બરમાં સંપત્તિની ખરીદી ઘટાડવાનું શરૂ કરી શકે છે અને 2222 ના મધ્ય સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.3 ટકા ઘટીને 22.60 ડોલર હતું.જ્યારે પ્લેટિનમ 999.84 ડોલર હતી.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે ભારતમાં સોનાની માગ આ વર્ષે એપ્રિલ જૂન ક્વાર્ટરમાં 19.2 ટકા વધીને 76.1 ટન થઈ છે.ગયા વર્ષે રોગચાળાને રોકવા માટે લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ના કારણે આર્થિક પ્રવૃત્તિ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનાના ભાવમાં થયો આટલા રૂપિયા નો મોટો ઘટાડો,જાણો આજના સોનાના ભાવ"

Leave a comment

Your email address will not be published.


*