પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આ તારીખે જાહેર કરશે લોકડાઉન, જાણો શા માટે ઓવૈસીએ આવું કીધું ?

એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કટાક્ષ કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી 2 મે એ લોકડાઉન ની જાહેરાત કરશે.અસદુદ્દીન ઓવૈસી કટાક્ષ કરતાં જણાવ્યું કે 2 મે એ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાના છે.

તેથી પ્રધાનમંત્રી મોદી આ તારીખે લોકડાઉન ની જાહેરાત કરશે. તેમણે કહ્યુ કે અમે બંગાળમાં ફકત 6 બેઠક પર ચૂંટણી લડી રહા છીએ.

પ્રધાનમંત્રી મોદીની મુસ્લિમ યુવક સાથે ની વાયરલ તસ્વીર પર અસદુદ્દીન ઓવૈસી જણાવ્યું કે મારા કહ્યા બાદ મુસ્લિમ યુવક ઝુલીફકાર સામે આવ્યો હતો.

જ્યારે હું બોલ્યો ત્યારે અમિત શાહ મને હિન્દુઓની સાથે તસવીર પડાવવાનું કહ્યું. મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી.પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા કહ્યું કે ભાજપનો મુસ્લિમ એમપી કેમ નથી.

ગુજરાતના છેલ્લી વખતે મુસ્લિમ એમપીની ક્યારે જીત થઈ હતી. અમે ગુજરાતમાં ગોધરામાં ભાજપનો મેયર ન થવા દીધા. તેમને કહ્યું કે દેશના બંધારણને મજબૂત કરવાનું હોય.

તો હું આવું જ રહીશ. હું ક્યારેય પણ નહીં બદલાવું.એક સમય એવો આવશે કે જ્યારે આપણે બધા એક થઇ જઇશું પરંતુ હું નહિ બદલાવું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*