પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2024 ની તૈયારીમાં લાગ્યા! PM મોદી કરવા જઈ રહ્યા છે આ મોટું કામ…

દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં હવે કેન્દ્રિય મંત્રીઓ 2024 ની તૈયારીમાં લાગી ગયા છે. મળતી માહિતી મુજબ હવે આવતા અઠવાડિયા ના નવા મંત્રી પરિષદની ત્રણ દિવસીય બેઠકનું આયોજન કેન્દ્રની મોદી સરકાર દ્વારા કરવામાં આવશે.

આ ઉપરાંત ત્રણ દિવસની અંદર જ આગામી ત્રણ વર્ષનો આખો એજન્ડા નક્કી કરવામાં આવશે. હજુ થોડા દિવસો પહેલા જ મોદી સરકાર દ્વારા કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. કેબિનેટ વિસ્તરણ માં ઘણા બધા નવા ચહેરાઓને એન્ટ્રી થઈ હતી.

ત્યારે મળતી માહિતી મુજબ નવા મંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી લક્ષ્ય નક્કી કરશે તથા આખું એજન્ટા તૈયાર કરશે. મળતા અહેવાલ મુજબ મંગળવારે સાંજે 6 વાગ્યે સંસદમાં હાલની બેઠક થઈ શકે છે.

આ બેઠકમાં આગામી ત્રણ વર્ષના કાર્યનું સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટમાં જ નવા મંત્રીઓ બન્યા છે એનાથી સરકારને શું આશા છે તે જાણવામાં આવશે.

આ ઉપરાંત 2022માં ગુજરાત, પંજાબ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તમામ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે.

એવામાં નવા ચહેરાઓ ની અસર આ વિધાનસભાની ચૂંટણીમાં પર પણ પડવાની છે. ત્યારે સરકાર દ્વારા પોતાની લોકપ્રિયતા વધારવાને લઇને માસ્ટર પ્લાન બનાવવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014 થી દેશમાં સત્તામાં છે. તે બાદ અત્યારે જ સરકાર સૌથી વધુ ટીકાનો સામનો કરી રહી છે. સૌપ્રથમ દેશમાં કોરોનાની મહામારી અને ત્યાર બાદ હવે દિવસે ને દિવસે વધતી મોંઘવારી. એવામાં સરકાર માટે આ ખૂબ જ મોટો પડકાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*