પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કોરોના વેકસીન લીધા પછી તેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ તેઓને રિકવરીની શુભકામનાઓ પાઠવી છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન કોરોનાવાયરસ વેક્સિન ના એક ડોઝ લીધા ના 2 દિવસ બાદ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું હતું.
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રધાનમંત્રી ઇમરાન ખાન હોમ કવોરન્ટાઈન થઇ ગયા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે,પીએમ ઈમરાન ખાન ને કોરોના રિકવરી થી જલ્દી સાજા થવાની શુભકામના.
પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાના ઘરમાં શિફ્ટ થયા છે.
અને સાથે જ પોતાને હોમ કવોરન્ટાઈન પણ કરી લીધા છે. તેઓએ તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.
24 કલાક ની વાત કરીએ તો અહીં 3876 નવા કેસ સામે આવ્યા છે જે આ વર્ષનો સૌથી મોટો આંકડો છે.સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 623135 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
છેલ્લા 24 કલાક માં 40 દર્દીના મૃત્યુ બાદ મૃત્યુઆંક 13799 થયો છે. મંત્રાલય કહ્યું કે દેશમાં 2122 લોકો ની સ્થિતિ ગંભીર છે અને તેઓની સારવાર ચાલી રહી છે. આ સમયે પાકિસ્તાનમાં સંક્રમણનો દર વધીને 9.4 ટકાએ પહોંચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment