સમગ્ર ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની કરવામાં આવી અટકાયત, જાણો શું છે કારણ ?

Published on: 10:48 am, Sun, 21 March 21

આમ આદમી પાર્ટીએ પોતાના પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે લોકસભામાં કેજરીવાલ સરકાર ની સત્તા ઉપર કાપ મૂકવા માટે જે બિલ પસાર કર્યું છે અને આજે દિલ્હીમાં લોકોને ‘રેશનીગ ડોર સ્ટેપ યોજના ‘ અટકાવી કોઈ પણ નિર્ણય માં દિલ્હી એલ.જી.નો હસતા સાફ વધારીને દિલ્હીની પ્રજાએ છે.

જનાદેશ આપીને લોકશાહી ભક્તિ દિલ્હીમાં કેજરીવાલ સરકારને ચૂંટણી લાવેલ છે તે પ્રજાઓને સુવિધાઓથી વંચિત રાખવા અને તેમનો અવાજ દબાવવાની કોશિશ ભાજપના અમિત શાહ દ્વારા કરીને લોકશાહીનું હનન કરેલ છે.

બંગાળથી બિલકુલ વિપરીત બિલ પસાર કર્યું છે અને સાથે સાથે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હોય.

ત્યારે દેશની કેન્દ્ર સરકાર ડરી જતા ખોટા બિલો પસાર કરીને લોકશાહીનું ખૂન કરવામાં આવી રહ્યું છે.દિલ્હી રાજ્યના ગેરબંધારણીય સરકાર અધિનિયમ, 2021 ની રજૂઆત કરીને લોકશાહીની હત્યા કરવા માંગે છે.

એલજી ની સપતા વધારવાના કેન્દ્ર સરકારના બિલ સામે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરોએ ગઈકાલે શનિવારના રોજ ગુજરાતભરના તમામ જિલ્લાઓમાં આક્રોશ પ્રદર્શન કર્યું હતું.

કેન્દ્ર સરકારના કાયદા વિરુદ્ધ મોટી સંખ્યામાં કાર્યકર્તાએ ગુજરાતના અનેક સ્થળોએ વિરોધ કર્યો અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે છતાં પણ પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને દિલ્હી સરકારે જનતા દ્વારા ચૂંટાયેલા સરકાર છે.

અને તેને કેન્દ્ર સરકાર દિલ્હીમાં એલજી ને સત્તા આપવા જઈ રહ્યું છે તો ચૂંટણીનો અર્થ શું?લોકોના મત નું શું?લોકશાહી નું શું? જેવા અનેક પ્રશ્નો આપ દ્વારા પૂછવામાં આવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સમગ્ર ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની કરવામાં આવી અટકાયત, જાણો શું છે કારણ ?"

Leave a comment

Your email address will not be published.


*