પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનમોહનસિંહ પર કર્યો મોટો પ્રહાર , કહ્યું એવું કે

આજે દેશને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશના પ્રામાણિક કરદાતાની રાષ્ટ્રનિર્માણમાં મોટો ભાગ ભજવે છે. જયારે દેશના પ્રામાણિક કરદાતા નું જીવન સરળ બને અને તે આગળ વધે ત્યારે જ દેશનો વિકાસ પણ થાય છે. અને દેશ ત્યારે જ આગળ વધે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક નવા ઓનલાઈન પ્લેટફોર્મ નો પ્રારંભ કર્યો હતો . આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશના પ્રામાણિક કરદાતાઓ દેશ નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે તેમનું જીવન સરળ બને અને તે આગળ વધે ત્યારે જ ભારત સક્ષમ બની શકે છે .ભારત વિકસિત બને અને આગળ વધી શકે છે.

કોંગ્રેસ સરકાર ની ખામીઓ ગણાવતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘એક સમય એવો હતો કે આપણે સુધારો વિશે ઘણી વાતો કરતા . ત્યારે કેટલીકવાર મજબૂરી હેઠળ કેટલાક નિર્ણયો લેવામાં આવતા તો કેટલાક દબાણ હેઠળ લેવાતા પછી પાછળથી તેમને સુધારવા માટે ટેગ અપાતા. જેના લીધે આપણે અપેક્ષિત પરિણામ મેળવી શક્યા ન હતા. હવે આ વિચારધારા અને અભિગમને બદલાયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરદાતાઓ વિશે વિશેષ વાત કરતી જતી વખતે મનમોહનસિંહ એટલે કે પૂર્વ પ્રધાનમંત્રી ઉપર રાજકીય કટાક્ષ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકિય કટાક્ષ કરતાં કહ્યું હતું કે એક સમય એવો હતો કે આપણે સુધારા વિષે ઘણી વાતો કરતા હતા ત્યારે કેટલીક મજબૂરી હેઠળ નિર્ણય દબાવવામાં આવતા હતા .

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*