સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 2022 સુધીમાં નવા અભ્યાસક્રમ નું માળખું તૈયાર હશે. નવી શિક્ષણ નીતિ 21 મી સદીના ભારતના ભાવિ નો પાયો ચનસે તેમ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું. શિક્ષણ મંત્રાલય દ્વારા નવી શિક્ષણનીતિનો અમલ કરવા તેમજ શિક્ષકોને સન્માન માટે 8 થી 25 સપ્ટેમ્બર સુધી શિક્ષણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. મોદી આ પ્રસંગે કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિ 21 મી સદીના ભારતની નવી દિશા આપશે તેમને ધોરણ સુધીના.
બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા ઇન્ટરનેશનલ ભાષા શીખવી જરૂરી છે.પણ ભારતીય ભાષાઓને પણ મહત્વ આપવું જરૂરી છે. નવી શિક્ષણ નીતિ માટે અસલી કામ તો હવે શરૂ થયું છે. અત્યાર સુધી જુના ઢાંચા મુજબ ચાલતું હતું.
પ્રધાનમંત્રીમોદીએ કહ્યું કે, બે મહાનુભાવો વિનોબા ભાવે અને સ્વામી વિવેકાનંદ ને યાદ કર્યા હતા. આ બંને મહાનુભાવો પાસે લોકોને શીખવવા માટે જ્ઞાન નો ભંડાર હતો. આચાર્ય વિનોબા ભાવેની 125મી જન્મ જયંતીએ મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્યારે આ દિવસે સ્વામી વિવેકાનંદ શિકાગો ગામમાં તેમનું યાદગાર ભાષણ આપ્યું હતું.
મોદીએ કહ્યું કે, કલાસરૂમ અને દિવાલો સુધી જ મર્યાદિત રાખવા જોઇએ નહીં.શિક્ષણને બહારના વિશ્વ સાથે જોડવાની પણ જરૂર છે જેથી વિદ્યાર્થીઓ બહારની દુનિયા ખુંડી શકે અને કંઈક નવું શીખે. નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ ના પાયા ને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ચાર પાંચ વર્ષના પ્રયાસો પછી નવી શિક્ષણ નીતિ ઘડવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment