પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ.

96

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને મળતી માહિતી મુજબ તેઓ રાષ્ટ્રીય કક્ષાની ડિફેન્સ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે ગુજરાત આવવાના છે. ઉલ્લેખનીય છે કે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાનું ડિફેન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે આ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે.આજરોજ સવારે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી સીધા ડિફેન્સ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે કેવડીયા જશે. આપને જણાવી દઇએ.

કે ડિફેન્સની કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવનાર છે.આ કોન્ફરન્સમાં રાજનાથસિંહ અને અજીત ડોભાલ પણ હાજર રહેશે.પ્રધાનમંત્રી મોદી સાથે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ પણ ગુજરાત આવી રહ્યા છે.

અને તે પહેલા સુરક્ષાને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા ઓ ને લઈને જિલ્લા કલેક્ટરે કેવડીયા ની મુલાકાત પણ કરી છે. ગરુડેશ્વર ના સમગ્ર વિસ્તારને ‘ નો ડ્રોન ઝોન ‘ જાહેર કરી દેવાયો છે.7 માર્ચ સુધી અલગ-અલગ મુદ્દે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!