કોરોના સંકેત વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં લોકોને હજી પણ સાવચેત રહેવાની વાત કરતા તેઓએ કોરોના વેક્સિન ને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કોરોના ની વેક્સિન ને લઈને જણાવ્યું કે, ભારતમાં કોરોના ની વેક્સિન નું કામકાજ પૂરા જોશમાં ચાલી રહ્યું છે.
કોરોનાવાયરસ વેક્સિનને લઈને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, વેક્સિન જ્યારે પણ આવશે ત્યારે દેશવાસીઓને ઝડપથી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે પણ હાલ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દેશના વૈજ્ઞાનિકો વેક્સિન માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે જેમાંથી કેટલીક વેક્સિન આશાસ્પદ પણ છે.છેલ્લા અમુક મહિનાઓમાં પ્રત્યે ભારતીયોના પ્રયાસથી ભારત આજે સારી સ્થિતિમાં આવી ગયું છે. આપણે તેને વધુ સુધારવાના પ્રયત્ન કરવાના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment