મહારાષ્ટ્રમાં લોકડાઉન લઈને થઈ રહી છે તૈયારી, શું મહારાષ્ટ્ર લાગશે લોકડાઉન ?

દેશમાં કોરોનાની મહામારી બધા રાજ્યોમાં વરસી રહી છે. તેવામાં દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં લોકડાઉન લઈને ઘણી બધી ચર્ચા થઈ રહી છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે 14 એપ્રિલથી રાજ્યમાં લોકડાઉન ને લઈને નિર્ણય લેવામાં આવશે.

મહારાષ્ટ્રમાં કોરોના કેસનો આંકડો 50 હજારથી પણ વધારે કેસ આવી રહ્યા છે. આ કારણે રાજ્ય સરકાર કોરોના પર કાબૂ મેળવવા માટે 14 એપ્રિલે લોકડાઉન ઉપર ચર્ચા વિચારણા કરશે.

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન ને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ પણ કહ્યું કે લોકડાઉન ને લઈને તૈયારીઓ ચાલી રહી છે.

મહારાષ્ટ્ર લોકડાઉન થશે તો લોકડાઉન દરમિયાન કોને પરવાનગી આપવામાં આવે અને કેટલા દિવસ માટે આ તમામ ને લઈને સરકાર ફુલ પ્લાન બનાવી રહી છે. લોકડાઉન ના પહેલા દિવસે બીજા રાજ્યોમાંથી આવેલા વ્યક્તિઓને.

તેમને રાજ્યમાં પહોંચાડવા અને મહારાષ્ટ્રની પબ્લિકને પોતાના રાજ્યમાં લાવા નો હેતુ રહેશે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી અને કહ્યું કે કેન્દ્ર સરકાર મુંબઈ શહેર માંથી 50% કમાણી કરી રહી છે.

તે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને કહ્યું કે પ્રવાસી કામદારોને નાના ધંધા ના વ્યક્તિઓને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર અમારી સહાય કરે. મહારાષ્ટ્રમાં આવનાર તહેવારો ઉપર કડક પગલા લેવામાં આવશે.

અને રાજ્ય સરકારે એવા ઉપર એક કડક એસ.ઓ.પી બનાવી રહ્યા છે. રાજ્ય સરકારનું કહેવું એમ છે કે તહેવારો પર કડક પગલાં લેવામાં નહીં આવે તો રાજ્યમાં કોરોના સંક્રમણ હજુ વધી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*