સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વરસાણી ગામે રહેતા 26 વર્ષીય યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું તે પહેલા એક વિડિયો પણ બનાવ્યો હતો. તે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પત્ની અન્ય યુવક સાથે ભાગી જતા યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર વીડિયોમાં યુવક કહી રહ્યો હતો કે, તેનો જ મિત્ર તેની ગર્ભવતી પત્નીને ભગાડીને લઈ ગયો હતો.
આ બનાવમાં મૃત્યુ પામેલા યુવાનના પિતાએ લખતર પોલીસ સ્ટેશનમાં, મૃતક પુત્રના મિત્ર અને પોતાના પરિવારની ભાગેડુ પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, અશ્વિનભાઈ રાજાભાઈ મકવાણા નામના યુવકે કાળુભાઈ ભુલાભાઈ પનારા ની દીકરી જ્યોત્સના સાથે ત્રણ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. મળતી માહિતી અનુસાર 26 ઓગસ્ટના રોજ જ્યારે અશ્વિન ઘરે આવ્યો ત્યારે તેને પોતાની ગર્ભવતી પત્ની જોઈ ન હતી.
તેથી અશ્વિને પરિવારના લોકોને પૂછ્યું કે જ્યોત્સના ક્યાં છે. ત્યારે પરિવારના લોકોએ જણાવ્યું હતું કે તે પિયર ગઈ છે. પરંતુ અશ્વિનને શંકા ગઈ અને તે તેના મિત્ર દશરથના ઘરે ગયો હતો. પરંતુ દશરથ પણ ઘરે હાજર ન હતો. જેના લીધે દશરથ જ જ્યોત્સના ભગાડી ગયો તેવું બહાર આવ્યું હતું. ત્યારબાદ અશ્વિને આ બાબતે લખતર પોલીસ મથકમાં 26 ઓગસ્ટના રોજ અરજી પણ આપી હતી.
પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા અશ્વિને બે સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે કપાસમાં છાંટવાની મોનોકોટો ઝેરી દવા પી લીધી હતી. આ પગલું ભર્યા પહેલા અશ્વિને એક વિડીયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં અશ્વિને સમગ્ર હકીકતનું વર્ણન કર્યું હતું. દીકરાનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે 30 ઓગસ્ટના રોજ અશ્વિન ને જાણ થઈ હતી કે તેની પત્ની તરણેતરના મેળામાં ગઈ છે. તેથી તે મેળામાં પહોંચ્યો હતો. પરંતુ ત્યાં કઈ પત્તો ન લાગ્યો તેથી તે ઘરે પરત ફરી રહ્યો હતો.
ત્યારે રસ્તામાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ તેની ધુલાઈ કરી હતી અને ધારદાર વસ્તુ વડે તેના પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં અશ્વિન ઇજાગ્રસ્ત થયો હતો તેથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી ન હતી. મળતી માહિતી અનુસાર અશ્વિન અને દશરથ છેલ્લા સાત વર્ષથી દાઢમિત્ર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment