અમદાવાદમાં અમિત શાહ અને શરદ પવાર વચ્ચે બેઠક થઈ હોવાના અહેવાલો વચ્ચે પ્રફુલ પટેલે દાવો કર્યો છે કે સરકાર સ્થિર અને સુરક્ષિત છે. મહારાષ્ટ્રમાં એનસીપી અને ભાજપ વચ્ચે ગઠબંધનને લઇને ચર્ચાઓ ચાલી રહી છે.
તેવી ચર્ચાઓ વચ્ચે એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ રવિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર સ્થિર અને સુરક્ષિત છે.કેરળમાં પત્રકારો સાથે વાતચીતમાં તેઓએ કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે.
મહાવિકાસ આઘાડી નું ગઠન શરદ પવાર ના કારણે જ થયું છે. રાજ્યમાં અનાવાશ્યક ચીજ પર વાત કરવાનું કોઈ કારણ નથી. જ્યાં સુધી સરકાર નો સવાલ છે.
ત્યાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર સ્થિર અને સુરક્ષિત છે.તેમને વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી લોકોના હિતમાં રાષ્ટ્રીય સ્તર પર પણ કામ કરતી રહેશે.
અમે ભાજપને વિચારધારાના વિરોધી છે અને પાછલા બારણે ગઠબંધન કરીને અનાવશ્યક વાતોનો કોઇ મતલબ નથી.નોંધનીય છે કે હાલમાં સમાચાર આવ્યા હતા.
કે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમની મુલાકાત ગૃહમંત્રી અમિત શાહ સાથે થઈ હતી. આ મુલાકાત ના સમાચાર આવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ તેજ થઈ ગયું હતો.
આ મુદ્દે રાજકીય પંડિતો જુદા જુદા તર્ક કાઢી રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્રમાં એન.સી.પી અને ભાજપ વચ્ચે કોઈ સમજૂતી થશે કે શું તે મુદ્દે ચાલી રહી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment