ફેસબૂક પર બે પાનાની સુસાઈડનો પોસ્ટ કરીને, 26 વર્ષના યુવકે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના…

મિત્રો આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. એક 26 વર્ષના યુવકે બે પાનાની સુસાઇડ નોટ લખીને ફેસબુક પર પોસ્ટ કરી અને ત્યારબાદ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવનને ટૂંકાવાના કારણે યુવકના શરીરના 21 ટુકડા થઈ ગયા હતા.

સુસાઇડ નોટમાં યુવકે કાપડના વેપારી અને દાગીના ગીરવી રાખનાર મહિલા પર ગંભીર આરોપ લગાવ્યા છે. યુવકે લખ્યું હતું કે, મેં 70 હજાર રૂપિયા આપ્યા હવે તેમની લાલચ વધી અને તેઓ હવે મારી પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. આ ઘટના બન્યા બાદ સમાજના લોકો ઉશ્કેરાયા હતા અને આરોપીની ધરપકડ અને આર્થિક મદદની માંગ માટે ધરણા શરૂ કર્યા હતા. આ સમગ્ર મામલો સુજાનગઢનો છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 26 વર્ષે ઉત્તમ કડેલે નામના યુવાકે શુક્રવારના રોજ સાંજે 7.45 વાગ્યાની આસપાસ ટ્રેનની કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેને આ પગલું ભર્યું તેના ચાર કલાક પહેલા facebook પર એક સુસાઇડ નોટ મૂકી હતી. ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો. ઉત્તમ એ લગભગ પોતાના ઘરથી એક કિલોમીટર દૂર રેલવે ફાટક પાસે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉતમે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તમે એક મહિલા પાસેથી ₹500 લઈને પોતાની પાસે રહેલું લોકેટ ગીરવે મૂક્યું હતું. પૈસા સમયસર પરત ન મળ્યા તેથી મહિલાએ તે લોકેટ વેચી દીધું હતું.

ત્યારબાદ તે મહિલાએ અને એક કાપડના વેપારી ઉત્તમને ખોટી ધમકીઓ આપવાનો શરૂ કર્યું હતું. મહિલા અને કાપડનો વેપારી બંને ઉત્તમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જેનાથી કંટાળીને ઉત્તમે બંનેને 70 હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ બંનેની લાલચ વધી અને બંને તેની પાસે એક લાખ રૂપિયા માંગતા હતા. બંનેથી કંટાળીને ઉત્તમે શુક્રવારના રોજ લગભગ આઠ વાગ્યાની આસપાસ પોતાનો જીવનનો ટૂંકાવી લીધું હતું.

ઉત્તમના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ સુસાઇડ નોટ ના આધારે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ઉત્તમ ના લગ્ન થઈ ગયા હતા. હું તમને પત્નીને ચાર મહિનાનો ગર્ભ છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી ચાલી રહી છે. અન્ય બીજી કેટલીક માહિતી પણ ઉત્તમ સુસાઇડ નોટમાં લખી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*