ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ ગત વર્ષ કરતાં ભલે પહેલા આવી ગઈ હોય પરંતુ આ વર્ષે રાજ્યમાં પામીની બારે કટોકટી સર્જાયેલી છે. આ સમગ્ર થવા પાછળનું મોટું કારણ એ છે કે રાજ્યમાં મોટા ભાગનાં જળાશયો ખાલી પડયા છે. રાજ્યમાં કુલ 206 જળાશયો એવા છે જેમાં માત્ર 36 ટકા પાણી છે.
ઉપરાંત ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો આ વર્ષે ગુજરાતમાં માત્ર 20 ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
રાજ્યમાં અમરેલી, દ્વારકા અને જાફરાબાદમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો છે પરંતુ બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદ પાછો ખેંચાઇ રહ્યો છે.
વરસાદ પાછો ખેંચવાના કારણે રાજ્યમાં જળાશયોમાં પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં જળાશયોની વાત કરીએ તો માત્ર 2 જળાશયોમાં જ 100 ટકા પાણી ભરેલું છે. વરસાદ ઓછો પડતા પાણીની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે.
લગભગ 13 જેટલા જળાશયો 70% પાણીથી ભરેલા છે. 14 જેટલા જળાશયો 50% પાણીથી ભરેલા છે. 62 જેટલા જળાશયો 25% પાણીથી ભરેલા છે. અને મોટી વાત એ છે કે 112 જેટલા જળાશયોમાં 25% કરતાં પણ ઓછું પાણી છે.
આ ઉપરાંત રાજ્યમાં ગઈકાલે રાજકોટના મેયર દ્વારા પણ પાણીની તંગીના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં રાજકોટના મેયર એ આજી ડેમમાં પાણી છોડવાનું કહ્યું હતું, નકરે ઓગસ્ટ મહિનામાં રાજકોટમાં પાણીની અછત સર્જાશે તેવી સ્પષ્ટ ઉલેખન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment