ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપના પ્રભારી બદલાશે તેવી ચર્ચા જોર પકડી રહી છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી તરીકે બે નામ ચર્ચામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં 2007થી ક્ષત્રિય છે એવા ઓમ માથુર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી બની શકે છે.
તેમનું નામ ભાજપ પ્રભારી માં મોખરે ચાલી રહ્યું છે. ગઈકાલે નરેન્દ્ર મોદી સરકારે કેબિનેટ બેઠક નું વિસ્તરણ કર્યું જેમાં 43 મંત્રીઓએ શપથ લીધી છે. જેમાં 28 રાજ્યકક્ષાના મંત્રીઓ અને 15 કેબિનેટ નો સમાવેશ થયો છે.
જેમાં ગુજરાતના ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ને મંત્રીમંડળમાં સમાવેશ થતા ગુજરાત ની સીટ ખાલી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના નવા પ્રભારી કોણ બનશે તેની ચર્ચા ચાલી રહી છે.
પ્રથમ નામ ઓમ માથુર અને બીજું નામ પ્રકાશ જાવડેકર છે. હાલમાં પ્રકાશ જાવડેકર હાલમાં કેન્દ્રમાં માનવ સંસાધન મંત્રી તરીકે કામ ભજવે છે.
ઉપરાંત ભૂપેન્દ્ર યાદવ એ ગુજરાતના પ્રભારી તરીકે મહત્વની જવાબદારી નિભાવી ચુક્યા છે. ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ ગણાતા ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારી સોપાઈ ત્યારે ગુજરાતમાં એન્ટી ઇન્કમબનસી તેમજ આંદોલન જેવો માહોલ હતો તેવામાં ભૂપેન્દ્ર યાદવ પ્રભારી તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
ભૂપેન્દ્ર યાદવ ની કેન્દ્રમાં પસંદગી કરતા તેઓ ની જગ્યા ખાલી પડી છે તેથી ગુજરાતમાં નવા પ્રભારી ની જરૂર છે. ગુજરાતમાં હાલમાં ડોક્ટર અનિલ ગુપ્તા ભાજપના પ્રભારી તરીકે સહ કાર્યરત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment