અમદાવાદ કોંગ્રેસમાં ફરી વાર વિવાદ સામે આવ્યો છે અને ચોંકાવનારા અહેવાલો પણ સામે આવ્યા છે. અનિલ રાજપૂત નામના શખ્સે કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ ત્રણ થી આઠ લાખમાં ટિકિટ વેચતા હોવાનો.
આક્ષેપ કર્યો છે અને અનીલ રાજપુત કોંગ્રેસ પ્રભારી અને નિરીક્ષકને લખેલા પત્રમાં કોંગ્રેસના શહેર પ્રમુખ શશીકાંત પટેલ અને પ્રભારી રાજીવ સાતવ ની જાસૂસી થતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ત્યારે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ કરવામાં આવ્યા છે.અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા સામે આવ્યો છે અને પાંચ ધારાસભ્યોના અમદાવાદના કોંગ્રેસના બે નેતાઓ ના કારણે વિવાદ સામે આવ્યો છે.
ધારાસભ્ય લાખા ભરવાડ અને હિંમતસિંહ પટેલ ઉમેદવારો માટે જીદ કરી રહ્યા છે.કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર પણ ટિકિટ ને લઈને જીદે ચડ્યા છે. લાખા ભરવાડ અગાઉ હારી ચૂકેલા પોતાના પુત્રને ટિકિટ આપવાની જીદ કરી રહ્યા છે.
અને ગ્યાસુદ્દીન શેખે જનરલ બેઠક પર બક્ષીપંચ જ્ઞાતિના ઉમેદવારો માટે ટીકીટ માગી છે. શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ પણ પોતાના માણસો માટે ટીકીટ માગી રહ્યા છે. ઈમરાન ખેડાવાલા પોતે ચૂંટણી લડવાની જીદ કરી રહ્યા છે. દિનેશ શર્મા અને હિંમતસિંહ પટેલ ફરી વખતે આમનેસામને આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment