સુરતમાં રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણી અને તેમના પુત્ર સાથેની વાતચીતના ઓડિયો અને વિડીયો બનાવીને તેમને બદનામ કરવાના હેતુથી વીડિયો વાયરલ કરાવનાર પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ થી હવે ખુદ ગુજરાત પોલીસ પરેશાન થઈ ગઈ છે, સુરતની મહિલા કોન્સ્ટેબલ મીડિયાની જોઈ લેવાની ચીમકી આપી હતી,બાદમાં પોતાની પોલીસને ભ્રષ્ટ ગણાવી હતી અને ગુજરાતની ભાજપ સરકાર માં પોલીસ કર્મીઓની હાલત સારી નથી તેવો આરોપ લગાવીને અન્ય પોલીસ કર્મીઓનું ઉશ્કેરણી કરી હતી, પોલીસમાં નોકરી કરીને શિસ્ત ભંગ કર્યો હતો અને પોતાના વિભાગને પડકાર ફેંક્યો હતો. સુનિતાએ ફેસબુક અને ટ્વિટર પર સરકાર વિરોધી પોસ્ટ કરી હતી. સતત કોઈને કોઈ મુદ્દે સરકાર અને પોલીસને બદનામ કરવાનો પ્રયાસ તો તેનો ચાલુ જ છે
સુનિતા યાદવ ના કારનામા પછી પોલીસકર્મીઓએ પણ ગ્રેડ પે વધારાની માંગણી કરીને સોશિયલ મીડિયામાં ગરમાગરમી કરી હતી . જોકે પોલીસ દળ તેમની માંગ કાયદાની મર્યાદામાં રહીને કરે તે વધુ યોગ્ય છે.આ. રાજ્ય પોલીસ વડા ધ્યાન પર આવતાં તેમણે સોશ્યલ મિડીયાની નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે . જેમાં કોઈ પણ પોલીસ કર્મચારી પોતાની સર્વિસ ને લગતી કોઈ પણ બાબત અંગે ની ટીકા અભિપ્રાય સોશિયલ મીડિયામાં નહીં રહી શકે અને સરકાર કે પોલીસ વિરુદ્ધ કોઈ યોગ્ય ટિપ્પણી કરવામાં આવશે તો જે તે કર્મચારી સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.
Be the first to comment