કોરોનાની મહામારી વચ્ચે જો તમે પ્રધાનમંત્રી કિસાન યોજના માં લાભ લઈ રહ્યા છો તો હવે તમારા માટે ખુશીના સમાચાર છે. તમારા ખાતામાં વર્ષે 6000 રૂપિયા સાથે હવે દર મહિને 3000 રૂપિયા પણ આવશે. આ લાભ લેવા માટે તમારે PM KISAN MANDHAN SCHEME માં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
તેમાં કોઇપણ પ્રકારની કાગળ ની કાર્યવાહી નથી. આ પેન્શન યોજના માટે અંશદાન પણ સન્માન નિધિ ના આધારે આવતી સરકાર તરફથી મળતી મદદ માંથી કપાશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે PM KISAN અને PM KISAN MANDHAN SCHEME માં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તે ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયા ખાતામાં મળશે. આ સાથે હપ્તાની સાથે 60 વરસથી વધારે ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન મળશે.
આ સ્કીમની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. ખેડૂતો સાથેની આ સ્કીમમાં તેમને લાભ આપવાની સરકારના બનતા પ્રયાસો રહેશે. આ યોજનાના આધારે સરકાર દ્વારા દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષમાં 3 વખત નાણાકીય રીતે મદદ કરશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માં 3 હપ્તા માં ખેડૂતોને ખાતામાં 6000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત પીએમ કિસાન ખાતાધારકોને હવે બીજા અનેક લાભ પણ મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના દ્વારા 60 વર્ષથી વધારે ઉંમરના ખેડૂતોને ખેડૂતોને પેન્શનની સુવિધા આપે છે. 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને 3000 રૂપિયા આપવામાં આવશે. આ માટે પ્રીમિયમ 55 રૂપિયાથી લઇને 200 રૂપિયા સુધીની હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment