ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગોંડલમાં બની વધુ એક સુસાઇડની ઘટના સામે આવી છે. ગોંડલના કમરકોટડા ગામે એક યુવાને કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર નપાસ થતાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ જયેશ જીવરાજભાઈ સરવૈયા હતું. જયેશે સુસાઇડ જેવું મોટું પગલું ભર્યું તે પહેલા અઢી પાનાની ભાવુક સુસાઇડ નોટ લખી હતી.
જેમાં જયેશે ઉલ્લેખ કર્યો હતો કે, કોમ્પિટિટિવ એક્ઝામમાં સતત નપાસ થવું, એક્ઝામમાં કોઈ ઠેકાણા ન હોવાથી અને કોઈ ચોક્કસ તારીખ ના હોવાના કારણે તેને આ પગલું ભર્યું હતું. આ ઘટના બનતા જ સમગ્ર પથકમાં ચકચાર મચી ગયો હતો. મૃત્યુ પામેલા જયેશે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ” મને ખબર છે કે મારી મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ 3 એક્ઝામ કમ્પલેટ કરી શકું, પરંતુ અત્યારે ડીમોટીવેટ ફીલ કરું છું. કારણ કે એક્ઝામના કોઈપણ ઠેકાણા નથી અને એક્ઝામની કોઈ ચોક્કસ તારીખ નથી. જેના કારણે હું મેન્ટલી થાકી ગયો છું.
વધુમાં સુસાઇડ નોટમાં જયેશે લખ્યું હતું કે, જીવનમાં આગળ શું કરવું કાંઈ નક્કી કરી શકતો નથી. સપના તો ઘણા બધા છે, સપના પાછળ મહેનત પણ કરી, મહેનત ઓછી પડી કદાચ…” બિનસચિવાલયની પરીક્ષા જયેશનું ડ્રીમ હતું. પરંતુ તે હવે અધૂરું રહી ગયું છે. તલાટી, ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને ફોરેસ્ટ માં નિષ્ફળતા મળતા જયેશ ખૂબ જ હતાશ થઈ ગયું હતું. જેના કારણે તેને આ પગલું ભર્યું હતું.
વધુમાં જયેશે લખ્યું હતું કે, મારી મુશ્કેલીઓમાંથી છૂટવા તમારી સાથે ચીટ ના કરાય એટલે આટલા દિવસ સુધી જીવતો હતો, પણ હવે હું આ બધું છોડીને જઈ રહ્યો છું. હું તમારા 23 વર્ષના કોઈપણ ઋણ ચૂકવ્યા વગર જાઉં છું, i am sorry. પરંતુ હવે મારામાં જરાય પણ જીવવાની ઈચ્છા નથી, સાવ થાકી ગયો છું. બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી તે મને ખૂબ જ સહેલું લાગ્યું છે. તેને લખ્યું હતું કે મારા એકાઉન્ટમાં જે પણ રૂપિયા છે તે બહેનના મેરેજમાં વાપરી નાખજો. I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઈ.
આ ઉપરાંત સુસાઇડ નોટ ના છેલ્લા પેજમાં તેને પોતાની બે અંતિમ ઈચ્છા પણ લખી હતી. 1) મારા મૃત્યુ બાદ મારું અંગદાન કરજો. 2) મારા મૃત્યુ પછીની બધી ક્રિયાઓ હું વ્યર્થ માનું છું તો મારા મૃત્યુ પાછળ કોઈપણ જાતનો ખર્ચો કરતા નહીં અને તેના બદલ 25-50 વૃક્ષ વાવી દેજો. મારે વૃક્ષ વાવવા હતા પરંતુ તે હું વાવી શક્યો નથી. મારી આ બે ઈચ્છા જરૂર પુરી કરજો.
આ ઉપરાંત જયેશે ખૂબ જ ભાવુક શબ્દમાં લખ્યું હતું કે, હું એક સમયે ભગતસિંહ એ 23 વર્ષની ઉંમરે દેશ માટે ખાંસી પર લટકી ગયા હતા અને હું મારી જિંદગીથી ભાંગીને ફાંસીએ લટકી રહ્યો છું, ભગતસિંહ કે ભગવાન કોઈ મને માફ નહીં કરે.” જયેશના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment