ગુજરાત સરકાર લઠ્ઠાકાંડના પીડિત પરિવારને વહેલી તકે આર્થિક સહાય ચૂકવે : ગોપાલ ઇટાલીયા

Published on: 5:53 pm, Fri, 29 July 22

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક વીડિયોના માધ્યમથી ગુજરાતની સરકાર સમક્ષ એક માંગણી કરતો વિડિયો માં જણાવ્યું હતું કે લઠ્ઠાકાંડમાં જે લોકોનું મૃત્યુ થયું છે તેમના નાના બાળકોને તેમની વિધવા પત્નીને વહેલી તકે સહાય મળે તે માનવીય રીતે ખૂબ જ જરૂરી છે. લઠ્ઠા કાંડની ઘટના થઈ અને લોકોના મૃત્યુ થઈ ઘણા

દિવસો થવા આવ્યા પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવી કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સાંતવના પાઠવવાનો કે શ્રદ્ધાંજલિ આપવાનો સમય મળ્યો નથી. પાર્ટીનું માનવું છે કે મૃતકોના નાના બાળકોને તેમની પત્નીની સરકારે ચિંતા કરવી જરૂરી છે અને ગુજરાત સરકારે વહેલી તકે જે યોગ્ય લાગે એ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે તો એ ગરીબ

પરિવારને ઘણી મદદ થઈ શકે એમ છે અને આમ આદમી પાર્ટીને પ્રેરિત પરિવારો સાથે ખૂબ જ લાગણી છે એટલા માટે અમે સરકાર અપીલ કરીએ છીએ કે વેલામાં વહેલી તકે પરિવારોને આર્થિક સહાય પણ ચૂકવવામાં આવે.દરેક સમાજના લોકોએ સ્વીકાર્યું કે બરવાળા પોલીસ ચોકીના પીએસઆઇ ગંભીરસિંહ વાળા એ ખુબ જ સારું કામ કર્યું છે.

પીડિત પરિવારો અને ઈમાનદાર અધિકારીઓ અને જેટલા પણ લોકોએ ગુજરાતના ભલા માટે કામ કર્યા છે તે તમામ સાથે આમ આદમી પાર્ટી સાથે ઉભી છે અને તેમનો સહયોગ કરે છે. આ લઠ્ઠા કાંતિ ગુજરાતની છબી આખા દેશમાં ખરડાય છે અને આમ આદમી પાર્ટી એ રાજ્ય સભામાં પણ અવાજ ઉઠાવ્યો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાત સરકાર લઠ્ઠાકાંડના પીડિત પરિવારને વહેલી તકે આર્થિક સહાય ચૂકવે : ગોપાલ ઇટાલીયા"

Leave a comment

Your email address will not be published.


*