કોરોના મહામારી ના કારણે આ વખતે પણ ઉતરાયણ નો તહેવાર દરેક પરિવારજનોએ પોતપોતાના ધાબા પર જ ઉજવવો પડશે.સગા સંબંધી કે મિત્રો ના ધાબા પર પતંગ ચગાવવા બોલાવી શકાશે નહીં.ધાબા પર દરેક વ્યક્તિએ માસ્ક અને સામાજિક અંતર નું પાલન કરવું પડશે.
આ અંગે હજુ સુધી સરકારે કોઈ સતાવાર જાહેરાત કરી નથી પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અધિકારીઓ સમક્ષ કડક નિયંત્રણો લાદવા રજૂઆત કરાઈ હતી.
ઉતરાયણ ના તહેવાર દરમિયાન અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેને ટાળવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ પ્રકારના નિયમો દર્શાવતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામાની સાથે પંતગ રસિયાઓ કોરોનાની કડક માર્ગદર્શિકા નું કડકાઇથી પાલન કરવું પડશે.કારણ કે અમદાવાદ શહેર પોલીસ ઉતરાયણ દરમિયાન ધાબે જઈને પણ ચેકીંગ હાથ ધરશે.
ઉતરાયણ ની ઉજવણી દરમ્યાન પંતગ રસિયાઓએ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.જો નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તહેવાર દરમિયાન પોલીસ સ્ટેશન જવાનો વખત પણ આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment