ઘરની બહાર નિકળતા પહેલા આ ટ્રાફિક ના નિયમો વાંચી લેજો, જો જો આજથી ટ્રાફિક ના નિયમો બદલાઈ ગયા છે.

આજથી ટ્રાફિકના ઘણા બધા નિયમો બદલાઈ રહ્યા છે.ખાસ કરીને આજથી ટ્રાફિક પોલીસ રોકવા પર ડિજિટલ ડોક્યુમેન્ટ દેખાડીને આગળ વધી શકો છો.હવે વાહનની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના બધા પ્રકારના ડોક્યુમેન્ટ સાથે રાખવા ફરજીયાત નહીં રહે. રોડ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલય ડિજિટલ કરણ ને પોત્સાહન કરવાની દિશામાં કામ કરતાં મોટર વાહન નિયમ,1989 માં સંશોધન કર્યું છે. તેના હેઠળ મંત્રાલય 1 ઓક્ટોબર 2020 ના નવા બદલાયેલા નિયમોને લાગુ કરવા જઈ રહ્યું છે.ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા લોકોને કોઈ ઈચલણ પર સરકારના ડિજીટલ પોર્ટલના માધ્યમથી જારી કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાઈસન્સ કેન્સલ કર્યા પછી ડિજિટલ પોર્ટલ પર રિપોર્ટિંગ કરવું પડશે. સરકાર ઈચ્છે છે કે કોઈપણ વાહન ચેકિંગ વારંવાર ન કરવામાં આવે, જેનાથી રોડ પર ચાલતાં ડ્રાઇવરો ની પરેશાની ઓછી ન થાય.મંત્રાલયના જણાવ્યા મુજબ, નવા નિયમો કે પછી ટ્રાફિક ઉલ્લંઘન ન કેસ ઓનલાઈન અપડેટ કરવામાં આવશે. ડ્રાઇવર વ્હેવહાર નો રેકોર્ડ પણ રાખવામાં આવશે.

તમે તપાસ નો સમય, પોલીસ અધિકારીનો યુનિફોર્મ સહિતની ઓળખપત્ર રેકોર્ડ પર પોર્ટલ પર અપડેટ હસે. ટ્રાફિક ના નવા નિયમો હેઠળ અધિકૃત અધિકારીઓ પણ આવશે.હવે લાયસન્સ, આરસી પણ તમે ઘરે બેઠા ઓનલાઇન બનાવી શકો છો.

નવા નોટિફિકેશન મુજબ હવે આધાર કાર્ડ નો ઉપયોગ ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા, લાયસન્સ નું નવીનીકરણ, ગાડી નું રજીસ્ટ્રેશન અને તેના સાથે જોડાયેલા દસ્તાવેજમાં સરનામું બદલવા માટે હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*