સુરતના પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ બનીને ફેનીલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. હાલમાં આ કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.
દીકરી ગ્રીષ્મા કેસમાં સત્ર ન્યાયાધીશની કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલમાં બુધવારે અંતિમ દલીલોમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી કે, આ કેસ ઉશ્કેરાટનું પરિણામ નથી. ગણતરીપૂર્વકની જીવ લઈ લેવામાં આવ્યો હતો. આરોપી ફેનીલ ગોયાણી 7 કાપાની ધારદાર વસ્તુ ખરીદી હતી.
આ ઘટનાને લઇને ગ્રીષ્માના માતા-પિતા, કાકા-ભાઈ અને એમ કરીને કુલ ટોટલ 190 માંથી 105 લોકોની જુબાની લેવામાં આવી હતી. તમામ લોકોની જુબાની લઈને તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં હાલમાં મોટાભાગના પુરાવાઓ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે.
ગ્રીષ્મા કેસને લઈને સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે, કેટલાક રેકોર્ડિંગ અને વિડીયો અને અન્ય પુરાવાઓ પણ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે. હવે થોડાક દિવસોમાં જ કેસનો ચુકાદો આવી શકે તેવી શક્યતાઓ છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં સાક્ષીઓનું ક્લોઝિંગ તપાસ થઈ રહી છે. અત્યારે આ કેસને લઈને ખૂબ જ ઝડપથી કાર્યવાહી ચાલી રહી છે.
આ જોતા એવું લાગી રહ્યું છે થોડાક દિવસોમાં જ કેસનો ચુકાદો આવશે. કોર્ટમાં અંતિમ દલીલોના મુદ્દાઓ શરૂ થઈ ગયા છે. દીકરીનું પરિવાર આજે પણ દીકરી ને ન્યાય મળે તે માટે રાહ જોઈ રહ્યું છે. અંતિમ દલીલો પૂરી થતા જ કોર્ટ પોતાનો છેલ્લો ચુકાદો લઇ શકે તેવી શક્યતાઓ છે.
કેસની કાર્યવાહી શરૂ હતી ત્યારે ફેનીલ ના વકીલે કોર્ટમાં દીકરીના અને ફેનિલ ના બંને ના એક ફોટા રજુ કર્યા હતા. આ ફોટા પરથી સાબિત થઇ રહ્યું છે કે બંને વચ્ચે પ્રેમ હતો ફેનીલ કોઈ એક તરફી પ્રેમમાં ન હતો. આ ફોટા વાઇરલ થતાં આ કેસને લઇને મોટા ખુલાસાઓ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment