મોંઘવારીની મહામારી : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી એક વખત થયો વધારો – જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ…

Published on: 9:39 am, Sat, 2 April 22

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. ત્યારે આજરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. શુક્રવારના રોજ સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો હતો.

એક દિવસની રાહત બાદ આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજરોજ પેટ્રોલના ભાવમાં 79 પૈસા પ્રતિ લીટર અને ડિઝલના ભાવમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 11 દિવસમાં સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં લગભગ 7.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 102.61 રૂપિયા અને ડીઝલનો ભાવ 93.87 રૂપિયાનો નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 117.51 રૂપિયા અને ડીઝલનો ભાવ 101.79 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 108.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 98.28 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

કોલકાતામાં પેટ્રોલનો ભાવ 112.91 રૂપિયા અને ડીઝલનો ભાવ 97.02 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 102.23 રૂપિયા અને ડીઝલનો ભાવ 96.53 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 102.08 રૂપિયા અને ડીઝલનો ભાવ 96.41 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

વડોદરામાં પેટ્રોલનો ભાવ 101.76 રૂપિયા અને ડીઝલનો ભાવ 96.07 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 101.97 રૂપિયા અને ડીઝલનો ભાવ 96.26 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોંઘવારીની મહામારી : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી એક વખત થયો વધારો – જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*