બુલિયન માર્કેટ સોમવારે એટલે કે આજરોજ થોડો અપટ્રેન્ડ દર્શાવે છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ માં સોના અને ચાંદી બને લીલા નિશાન માં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.સવારે 10:24 વાગ્યે સોનું ₹37 અથવા 0.08% વધીને ₹48201 પ્રતી 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યુ હતું.તેની સરેરાશ કિમંત 48,178 રૂપિયા ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં સોનામાં સરેરાશ વેપાર થયો છે. તેમાં કોઇ અચાનક ઘટાડો કે વધારો થયો નથી પરંતુ તેમ છતાં તેની કિંમત તેની રેકોર્ડ હાઈ થી 8000 રૂપિયા સસ્તુ ચાલી રહી છે.ઓગસ્ટ 2020 માં સોનુ 56200 ના સ્તરે પહોચ્યું હતું ત્યાર થી જ સોનામાં ઘટાડો થયો છે,સોનુ ફરી તે સ્તરે પહોંચ્યો નથી.
જો આપણે ચાંદીના ભવિષ્ય વિશે વાત કરીએ તો ચાંદી ₹204 અથવા 0.33 ટકા ના વધારા સાથે ₹61355 પ્રતી કિલોગ્રામ પર હતી તેનો સરેરાશ દર આજે 61331 રૂપિયા પ્રતિ યુનિટ છે.છેલ્લું બંધ 61151 પર થયું હતું.
જો ઇન્ટરનેશનલ માર્કેટ ની વાત કરીએ તો Goldprice.org પર સવારે 10:30 વાગ્યા ની આસપાસ ગોલ્ડ ફ્યુચર 0.10 ટકા ના વધારા સાથે 4345 રૂપિયા પ્રતિ ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment