ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ના કારણે ત્યારે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખૂબ જ હેરાન થઇ રહ્યા છે. એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ મોંઘવારીના કારણે પ્રજા ખૂબ જ પરેશાન થઈ રહી છે ત્યારે રાહત મળવાની વાત તો
દૂર રહી પેટ્રોલના ભાવ તો જાણી મહામારી કરતા પણ વધારે ઝડપથી વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.ગ્લોબલ ફાઇનાન્શિયલ કંપની ગોલ્ડમેને કહ્યું છે કે આગામી સમયમાં દેશમાં પેટ્રોલની કિંમત 150 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે.
એક કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતા વર્ષ સુધીમાં બ્રેન્ટ ફૂડ ઓઈલ ની કિંમત વધી ને 110 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે અને અત્યારે તેની કિંમત 85 ડોલર પ્રતિ બેરલ છે. આગામી વર્ષ સુધીમાં 30 ટકા જેટલો વધારો આવી શકે છે.
હાલમાં વિશ્વના બજારમાં માંગ અને સપ્લાય ખૂબ જ અસંતુલિત થઇ ગઇ છે જેના કારણે ભાવમાં વધારો થશે તેવા એંધાણ છે.
જો આ સ્પીડમાં ફૂડ ઓઈલ ના ભાવ વધ્યા તો ભારતમાં પેટ્રોલ 150 અને ડીઝલ 140 રૂપિયા પ્રતિ લીટર પહોંચી શકે છે. આજની તારીખમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલ 100 ને પાર પહોંચી ગયું છે અને કેટલાક શહેરોમાં તો ભાવ 120 પહોંચી ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment