દેશમાં સતત છેલ્લા 30 દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 18 વખત વધારો કરવામાં આવ્યો છે. શુક્રવારના રોજ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો. દેશમાં આંધ્ર પ્રદેશ, તેલંગાના, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પેટ્રોલ ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં પેટ્રોલમાં પ્રતિ લિટરે 27 પૈસાનો વધારો કર્યો અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો કર્યો છે. દેશમાં છેલ્લા 30 દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીનો સૌથી ઊંચો પેટ્રોલનો ભાવ 94.76 રૂપિયા છે.
અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 85.66 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં દેશમાં પેટ્રોલ ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર થતાં જનતા ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ છે.
આંધ્રપ્રદેશના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં પેટ્રોલ ડીઝલનો ભાવ 100 ને પાર થઈ ગયો છે. તેલંગાણા રાજ્યમાં પેટ્રોલનો પ્રતિ લીટર કિંમત 100.75 થયો છે. રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ મોંઘુ પેટ્રોલ વેચાઈ રહ્યું છે. રાજસ્થાનમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105.81 રૂપિયા છે.
જ્યારે રાજસ્થાનમાં પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 98.64 રૂપિયા છે. મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ ખૂબ જ ઊચા ભાવે વેચાઇ રહ્યું છે. મધ્યપ્રદેશમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105.18 રૂપિયા છે અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 96.31 રૂપિયા છે.
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આગામી દિવસોમાં દેશના અનેક બીજા રાજ્યોમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે. ટૂંક જ સમયમાં અનેક રાજ્યમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પાર થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment