ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે પડ્યો વરસાદ, આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી.

Published on: 9:33 am, Sat, 5 June 21

ગુજરાત રાજ્યમાં વાવાઝોડા બાદ રાજ્યમાં સતત ત્રણ વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવે છે. ગઈકાલે રાજયમાં વાતાવરણને લઇ લે હવામાન વિભાગે આગાહી કરી હતી. આગાહી મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 48 કલાક સુધી વરસાદી માહોલ રહેશે.

ગુજરાત રાજ્યમાં ગઈકાલે જસદણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ શહેર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવાસ પડતો વરસાદ પડ્યો હતો. વરસાદ પહેલા વાતાવરણમાં ભારે મૂંઝારો થયો હતો ત્યારબાદ એકોએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

લીમડી શહેરી વિસ્તારની આસપાસના ગામમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં ચોમાસું આ વર્ષે ખૂબ જ મોડું બેસવાનું છે.

આગાહી મુજબ 20 જૂન પછી રાજ્યમાં વરસાદ નું આગમન થઇ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે રાજ્યમાં ચોમાસુ ખૂબ જ સામાન્ય રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ આવા છે મધ્ય ગુજરાતમાં હળવાશ પડતો વરસાદ થઇ શકે છે.

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં પણ આ વર્ષે વરસાદ સામાન્ય પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં પવન સાથે શહેરોમાં વરસાદ પડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે પડ્યો વરસાદ, આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી."

Leave a comment

Your email address will not be published.


*