દેશમાં મોંઘવારીની મહામારી વચ્ચે આજરોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો. ભાવમાં વધારો થતાં જનતાના ખીચા થઈ રહ્યા છે ખાલી. દેશમાં આજરોજ પેટ્રોલમાં પ્રતિ લિટર 35 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 9 પૈસાનો વધારો થયો છે.
દેશમાં આજે દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 100.56 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 89.63 રૂપિયા પહોંચ્યો છે. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 97.35 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 97.48 રૂપિયા પહોંચ્યો છે.
મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 106.59 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 97.12 રૂપિયા પહોંચ્યો છે. કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.59 અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 92.65 રૂપિયા પહોંચ્યો છે.
ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.37 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 95.15 રૂપિયા પહોંચ્યો છે. બેંગ્લોરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 103.93 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 94.99 રૂપિયા પહોંચ્યો છે.
હૈદરાબાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 104.6 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 97.68 રૂપિયા પહોંચ્યો છે. જયપુરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.37 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 98.74 રૂપિયા પહોંચ્યો છે.
પટનામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.79 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર વાવ 95.14 રૂપિયા પહોંચ્યો છે. દેશમાં 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર થઈ છે.
જેમાં તમિલનાડુ, રાજસ્થાન, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, લદાખ, તેલંગાણા, કેરળ, દિલ્હી, સિક્કિમ, પંજાબ, બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment