છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધારો થઈ રહ્યો છે તો આજ ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો આજે પેટ્રોલની કિંમતમાં 28 પૈસા અને ડીઝલની કિંમતમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.
ગઈકાલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહોતો થયો. દેશમાં છેલ્લા 49 દિવસની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 28 વખત વધારો કરવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 97.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 88.23 રૂપિયા પ્રતિ લીટર રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનું એક જ કારણ છે. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ સતરંગ થઈ રહ્યું છે. આ કારણોસર ઈંધણ ની કિંમત વધી રહી છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ટેક્સ લેવામાં આવે છે.
દિલ્હીમાં એક્સાઇઝ ડ્યુટી ની વાત કરીએ તો કેન્દ્ર સરકાર પ્રતિ લિટર 34.80 ટકા વસૂલે છે આ ઉપરાંત રાજ્ય સરકાર 23.80 ટકા ટેક્સ વસૂલે છે. આ બંને ટેક્સ પેટ્રોલ પણ લાગુ પડે છે. ડીઝલ ની વાત કરીએ તો કેન્દ્ર સરકાર 37.23 ટકા અને રાજ્ય સરકાર 14.64 ટકા ટેક્સ વસૂલે છે.
આ ઉપરાંત દેશમાં 13 શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જેમાં મુંબઈ, જયપુર, ઇન્દોર, ભોપાલ, જેસલમેર, ગંગાનગર, રત્નાગીરી, ઔરંગાબાદ, હૈદરાબાદ, લેહ, બાસવાડા, ગવાલિયર, ચિકમંગલુર, શિવમોગ્ગા વગેરે શહેરમાં પેટ્રોલનો ભાવ 100 ને પાર પહોંચી ગયો છે.
માહિતી મુજબ દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો થાય છે. દેશમાં છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ નવો લાગુ થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment