કોરોનાની મહામારી વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો થયો હતો પરંતુ એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો.
રાજ્યમાં આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 24 પૈસા અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર 14 પૈસાનો વધારો થયો છે. 4મે બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 25મી વખત વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડિઝલના ભાવની વાત કરીએ.
તો અમદાવાદ શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 93.64 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 94.17 રૂપિયા રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 93.41 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 93.97 રૂપિયા નોંધાયો છે.
વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 93.31 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.84 રૂપિયા નોંધાયો છે. સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 93.65 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 94.21 રૂપિયા નોંધાયો છે.
ભાવનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 95.21 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 95.73 રૂપિયા નોંધાયો છે. ગાંધીનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 93.84 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 94.37 રૂપિયા નોંધાયો છે. વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 93.31 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.84 રૂપિયા નોંધાયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગે ફેરફાર થાય છે. એટલે કે 06:00 પછી પેટ્રોલ ડીઝલ નો નવો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ ડીઝલનો ભાવ ઘરે બેઠા જાણવું હોય તો આ રીતે sms કરવો પડશે.
ઇન્ડિયન ઓઇલના કસ્ટમરને RSP લખીને 9223112222 નંબર પર એસએમએસ મોકલીને ભાવ જાણી શકે છે. 2014-15માં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 66.09 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 50.32 રૂપિયા હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment