બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓઇલ કંપનીઓના CEO સાથે બેઠક કરી. ઇંધણ ના ભાવ ઘટાડવા માટે નક્કર ઉપાય શોધાય તેવી શક્યતા છે. બુધવારે વિશ્વની અગ્રણી ઓઈલ એન્ડ ગેસ કંપનીઓના સીઈઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક શરુ થઈ હતી.
આ બેઠકમાં ઇંધણના ભાવ ઘટાડવા માટે નક્કર ઉકેલ શોધાય તેવી સંભાવના હતી.પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ તરુણ કપૂરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વૈશ્વિક સીઈઓ સાથેની બેઠક ની માહિતી આપતા જણાવ્યું કે પીએમ મોદી
સાથેની રાઉન્ડ ટેબલ બેઠકમાં દરેક ઓઈલ અને એનર્જી કંપની ના સીઈઓ ને બોલાવા માટે 3 મિનિટ નો સમય આપવામાં આવશે પછી પ્રધાનમંત્રી પોતાના મંતવ્યો આપશે.
પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં રશિયાના રોઝેનફટના ચેરમેન અને સીઈઓ ઇગોર સેચીન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને વેદાંત લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલ, સાઉદી અરેબિયાના પ્રમુખ અને સીઈઓ અમીન નાસીર ઉપરાંત અન્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment