દેશમાં કોરોનાની મહામારી વચ્ચે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ભારતીય ઓઇલ કંપની દ્વારા આજરોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
સરકારી ઓઇલ કંપની દ્વારા પેટ્રોલમાં પ્રતિ લીટર 25 પૈસા અને ડીઝલમાં પ્રતિલીટર 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.64 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 91.07 રૂપિયા પહોંચી ગયો છે.
મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 108.67 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 98.80 રૂપિયા નોંધાયો છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.23 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 95.59 રૂપિયા નોંધાયો છે.
કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 103.36 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 94.17 રૂપિયા નોંધાયો છે. દેશમાં જમ્મુ કાશ્મીર, ઓડિશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, લદાખ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને તેલંગાણામાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
દેશમાં સૌથી વધુ પેટ્રોલનો ભાવ મુંબઈ શહેરમાં નોંધાયો છે. મળતી માહિતી અનુસાર ઇન્ટરનેશનલ સ્તરે કાચા તેલના ભાવમાં વધારો થવાના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ભારત દ્વારા આયાત કરવામાં આવતા કાચા તેલનો સરેરાશ ભાવ 78 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.
આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલની વાત કરી હતી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગે ફેરફાર થાય છે અને 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ નો નવો લાગુ પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment