દેશમાં કોરોના ની બીજી લહેર ધીમેધીમે ઘટી રહી છે અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે જનતાના ખીચા ખાલી થઈ રહ્યા છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક દિવસના વિરામ બાદ ફરીથી આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો. આજે પેટ્રોલના ભાવમાં 27 પૈસાનો વધારો થયો છે.
આ ઉપરાંત ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે. આજે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 95.85 રૂપિયાએ પહોંચી ગયો છે જ્યારે ડીઝલનો પ્રતિ લીટર ભાવ 86.75 રૂપિયા પહોંચ્યો છે.
મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 101.04 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર કિંમત 94.15 રૂપિયા છે. ભોપાલમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 104.01 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર કિંમત 95.35 રૂપિયા છે.
કોલકત્તામાં પેટ્રોલ પ્રતિ લીટર કિંમત 95.80 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર કિંમત 89.60 રૂપિયા છે. ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન અને ઇન્ડિયન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો.
આજે પેટ્રોલના ભાવમાં 25-29 પૈસાનો પ્રતિ લીટર વધારો કર્યો અને ડીઝલના ભાવમાં 27-29 પૈસાનો પ્રતિ લીટર વધારો કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment