દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડાની જગ્યાએ સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરીથી થયો વધારો. આજે પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને પ્રતિ લીટર ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 97.22 રૂપિયા થયો છે.
જ્યારે ડીઝલમાં પ્રતિલીટર ભાવ 87.97 રૂપિયા થયો છે. જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ નથી વધતા. ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેફામ વધારો કરવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ છેલ્લા 28 દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 6.90 રૂપિયા મોંઘુ થયું છે અને ડીઝલ પ્રતિ લિટર 7.19 રૂપિયા મોંઘુ થયું છે.
જ્યારે વિધાનસભાની ચૂંટણી ચાલતી ત્યારે બે મહિના સુધી પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો નહોતો કર્યો. ચૂંટણી પૂરી થતાં જ 4 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ 103.36 રૂપિયા અને ડીઝલ નો ભાવ 95.44 રૂપિયા નોંધાયો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલનો ભાવ 98.40 રૂપિયા અને ડીઝલ નો ભાવ 92.58 રૂપિયા નોંધાયો છે. કોલકાતામાં આજે પેટ્રોલનો ભાવ 97.12 રૂપિયા અને ડીઝલના ભાવ 90.82 રૂપિયા નોંધાયો છે.
બેંગ્લોરમાં આજનો પેટ્રોલનો ભાવ 100.47 રૂપિયા અને ડીઝલ નો ભાવ 93.26 રૂપિયા નોંધાયો છે. ભોપાલમાં આજે પેટ્રોલનો ભાવ 105.43 રૂપિયા અને ડીઝલ નો ભાવ 96.65 નોંધાયો છે.
પટનામાં આજે પેટ્રોલનો ભાવ 99.28 રૂપિયા અને ડીઝલ નો ભાવ 93.30 રૂપિયા નોંધાયો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગે વધારો કે ઘટાડો કરવામાં આવે છે. 6 વાગ્યા પછી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લાગુ પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment