છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક દિવસ વધારો થઈ રહ્યો છે. તો એક દિવસ જનતાને રાહત મળી રહી છે તો ગઈકાલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો તો પછી આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.
આ ઉપરાંત ગઈકાલે કૂડ તેલના ભાવમાં રાહત મળી હતી. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે એક સમિતિ બોલાવવામાં આવી આ સમિતિમાં પેટ્રોલિયમ મંત્રી અને IOL,BPCL અને HPCL ના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને ચાલી રહી હતી.
તે માટે માર્ચ અને એપ્રિલ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો ન હતો. દેશમાં છેલ્લા 26 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 6.34 રૂપિયાનો વધારો થયો અને ડીઝલની કિંમતમાં 6.63 રૂપિયાનો વધારો થયો છે.
રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 93.41 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 93.97 રૂપિયા નોંધાયો છે. વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 93.31 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.84 રૂપિયા નોંધાયો છે.
સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 93.65 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 94.21 રૂપિયા નોંધાયો છે. ભાવનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 95.21 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 95.73 રૂપિયા નોંધાયો છે.
ગાંધીનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 93.84 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 94.37 રૂપિયા નોંધાયો છે. વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 93.31 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.84 રૂપિયા નોંધાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment