દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પદ્ધતિ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતો આવ્યો છે. ત્યારે આજે ફરી એક વખત સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
આજરોજ પેટ્રોલના ભાવમાં 80 પૈસા પ્રતિ લીટર અને ડિઝલના ભાવમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા છેલ્લા 15 દિવસમાં 13 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંદાજે 9.40 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.
ભાવ વધતા જ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 104.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 95.87 રૂપિયા પ્રતિ લિટર નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 119.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 103.92 રૂપિયા પ્રતિ લિટર નોંધાયો છે.
કોલકત્તામાં પેટ્રોલનો ભાવ 114.28 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 99.02 રૂપિયા પ્રતિ લિટર નોંધાયો છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 110.09 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 100.18 રૂપિયા પ્રતિ લિટર નોંધાયો છે. લખનઉમાં પેટ્રોલનો ભાવ 104.45 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 96.03 રૂપિયા પ્રતિ લિટર નોંધાયો છે.
પટનામાં પેટ્રોલનો ભાવ 115.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 100.25 રૂપિયા પ્રતિ લિટર નોંધાયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. છ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલ નો નવો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ડીલર કમિશન અને એક્સાઈઝ ડ્યૂટી ઉપરાંત અન્ય ખર્ચાઓ સાથે પેટ્રોલ ડીઝલનો ભાવ બમણા થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment