ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીને રસ્તામાં નડ્યો અકસ્માત – વિદ્યાર્થીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 10:11 am, Tue, 5 April 22

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મહુધા રેસ્ટ હાઉસ ચોકડી નજીક બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ધોરણ 12 ના વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ નડીયાદ થી મહુધા રેસ્ટ હાઉસ ચોકડી તરફ એક બાઈક પર બે યુવકો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા.

આ દરમિયાન કંઠલાલ તરફથી એક અલ્ટો કાર નડિયાદ તરફ જઈ રહી હતી. આ દરમિયાન બાઈકચાલક યુવકે બાઈક પર કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સામેથી આવી રહેલી ઓલ્ટો કારમાં ઘુસાવી દીધી હતી. આ અકસ્માતની ઘટનામાં ધોરણ12ની પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ નીલકુમાર પટેલ હતું. આ અકસ્માતની ઘટનામાં બાઇક પર પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી આસપાસના લોકો દ્વારા તેની સ્થાનિક દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચે આવી હતી.

મૃત્યુ પામેલા વિદ્યાર્થીના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મળતી માહિતી મુજબ વિદ્યાર્થી રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે બાઇક ચલાવી રહ્યો હતો.

ત્યારે સામેથી આવી રહેલી ઓલ્ટો કાર સાથે તેનો ગંભીર અકસ્માત થયો હતો. મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પિતાનું 5 વર્ષ પહેલાં જ મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા વિદ્યાર્થી નો મોટોભાઈ કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીને રસ્તામાં નડ્યો અકસ્માત – વિદ્યાર્થીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*