દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં લગભગ 29 દિવસ સુધી ભાવ શાંત રહ્યા બાદ આજરોજ મોટો વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં આજરોજ પેટ્રોલ પ્રતિ લીટર 23 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે અને ડીઝલમાં પણ 26 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
ઓઈલ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનની જો વાત કરવામાં આવે તો પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 30 પૈસાનો વધારો થયો છે. બીજી તરફ ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 25 પૈસાનો વધારો થયો છે.
વેટના દરમાં ફેરફાર હોવાના કારણે અમદાવાદ પેટ્રોલની કિંમતમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે તો ડીઝલની કિંમતમાં 36 પૈસાનો વધારો જોવા મળ્યો છે એટલે કે નવા ભાવ અનુસાર પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 81.65 રુપિયા થઈ ગઈ છે અને ડીઝલની કિંમત 80.17 રૂપિયા થઈ ગઈ છે.
પેટ્રોલના ભાવમાં આજે 21 પૈસે થી લઈને 24 પૈસાનો પ્રતિ લિટરે વધારો થયો છે જ્યારે ડીઝલમાં 26 પૈસા થી લઈને 29 પૈસા સુધી મોંઘુ થઇ ગયું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાથી વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને બીજી ઘણી વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત બમણી થઇ જાય છે. દેશના મુંબઈ,દિલ્હી,કોલકાતા, ચેન્નઈ જેવા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે જેની તમામ માહિતી આપણે ગુગલ પરથી મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment