દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત 9 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આજે પેટ્રોલમાં પ્રતિ લિટરે 30 પૈસા અને ડીઝલમાં પ્રતિલીટર 35 પૈસાનો વધારો થયો છે.
દેશની રાજધાનીમાં આજરોજ પેટ્રોલના પ્રતિ લીટર ભાવ 100.84 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 94.47 રૂપિયાએ પહોંચી ગયા છે. મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 100.83 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 100.29 રૂપિયા નોંધાયો છે.
ચેન્નાઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.6 20 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 96.93 રૂપિયા નોંધાયો છે. કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 104.52 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 95.58 રૂપિયા નોંધાયો છે.
આ ઉપરાંત દેશમાં અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલના ભાવની વાત કરીએ તો રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, જમ્મુ કશ્મીર, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને લદાખમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે.
દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલાય છે. 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ નો નવો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડાયા બાદ તેનો ભાવ બે ગણો થઈ જાય છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો થવાના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment