કોરોનાની મહામારી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે જનતાના ખીચા ખાલી થઈ રહ્યા છે. દેશમાં આજે એકસાથે પેટ્રોલ અને ડીઝલમાં બંનેમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો કરાયો છે. આજે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.11 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 88.66 રૂપિયા થયો છે.
દેશમાં જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હતો. છેલ્લા 31 દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 7.79 રૂપિયાનો વધારો થયો છે
મુંબઈમાં આજે પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 104.22 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ ના ભાવ 96.16 રૂપિયા થયો છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 99.18 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.22 રૂપિયા થયો છે.
કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 97.99 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 91.49 રૂપિયા થયો છે. ભોપાલમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 106.35 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 97.37 રૂપિયા છે.
બેંગ્લોરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.39 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.98 રૂપિયા છે. પટનામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.13 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 94.00 રૂપિયા છે. ચંદીગઢમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 94.35 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 88.29 રૂપિયા છે.
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલાય છે. સવારમાં 6 વાગ્યા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો થાય છે અને તે જ ભાવ આખો દિવસ લાગુ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment