દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે સતત છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલમાં પ્રતિ લિટર 35 પૈસા અને પ્રતિ લીટર ડીઝલ ના ભાવ 25 નો વધારો થયો છે.
દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ 98.46 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 88.90 રૂપિયાએ પહોંચ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 104.56 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 88.90 રૂપિયા પહોંચ્યો છે.
ચેન્નઈમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 99.49 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 93.46 રૂપિયા પહોંચ્યો છે. કોલકત્તામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.30 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 91.75 રૂપિયાએ પહોંચ્યો છે.
ગઈકાલે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિલીટર 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. દેશમાં રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, તેલંગાણા, લદાખ અને તમિલનાડુના ઉપરાંત અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા અને પાર છે.
દુનિયામાં પેટ્રોલિયમની માંગ સતત વધતા કાચા તેલ નો ભાવ ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. સમગ્ર દેશમાં સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થાય છે ત્યારબાદ પેટ્રોલના ભાવમાં જે વધારો ઘટાડો થયો હોય તે જ ભાવ આખો દિવસ લાગુ પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment