મિત્રો આજે આપણે એક એવા ગામની વાત કરવાના છીએ. જ્યાં ગામમાં દરેક લોકો બુટ કે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે જોવા મળે છે. કહેવાય છે કે આ ગામમાં કોઈપણ બુટ કે ચંપલ પહેરતા જોવા મળે તો તેને સજા મળે છે. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે!
તો ચાલો જાણીએ આની પાછળ શું રહસ્ય છુપાયેલું છે. મિત્રો તમને જણાવી દઈએ કે, દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુની રાજધાની ત્યાંથી 450 કિલોમીટર દૂર અંદમાન ગામ આવેલું છે. આ ગામમાં લગભગ 130 જેટલા પરિવાર રહે છે.
આખા ગામમાં માત્ર એક જ ઝાડ છે અને સૌ કોઈ લોકો આ ઝાડની પૂજા કરે છે. મિત્રો આ ગામમાં ઝાડની આજુબાજુથી પસાર થતાં કોઈ પણ લોકોને બુટ છે ચંપલ પહેરવાની પરવાનગી નથી. જ્યારે બહારનું કોઈ આ ગામમાં પ્રવેશ કરે ત્યારે તેને પોતાના બુટ કે ચંપલ ઉતારવા પડે છે.
આ ગામમાં સૌ કોઈ લોકો ખુલ્લા પગે ચાલતા નજરે પડે છે. આ ગામ ધાર્મિક માન્યતાથી વીંટળાયેલો છે. કહેવાય છે કે આ ગામના દરેક લોકો જમીને ખૂબ જ પવિત્ર માને છે અને ભગવાનનું ઘર હોય તેવું માનીને તે લોકો ગામમાં ખુલ્લા પગે ચાલે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ઉનાળામાં જ્યારે બહુ ગરમી હોય ત્યારે માત્ર વૃદ્ધ અને નાના બાળકો બપોરના સમયે બુટ કે ચંપલ પહેરે છે. બાકી જો કોઈ વ્યક્તિ આ નિયમ તોડે તો તેને કડક સજા આપવામાં આવે છે તેવું કહેવાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment