આજના સમયમાં બધા જ લોકોને જીવન જીવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આપણે જાણીએ છીએ કે જીવન જીવવાના બે પાસા હોય છે સુખ અને દુઃખ. તો ઘણા લોકોનું જીવન સુખમય રીતે પસાર થતું હોય છે, તો ઘણા લોકોના જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી નથી અને આખા દિવસની મહેનત કર્યા પછી પણ કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહીને લોકોને તેમના દિવસો પસાર કરવા પડે એવા પણ ઘણા લોકો છે.
આજે અમે તમને એક એવા પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં તેઓ કચરો વીણીને જે મળે તેમાંથી પેટ ભરી ગુજરાત ચલાવી રહ્યા છે.તેમનું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે અને તેઓ હાલ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને જીવન પસાર કરી રહ્યા છે.
એ પરિવારમાં એક વ્યક્તિ કે જેમનું નામ લાલજીભાઈ છે તેઓ છેલ્લા પાંચ વર્ષથી બીમાર છે. લાલજીભાઈ ને ઓપરેશન કરાવ્યું છે તેથી તેઓ છેલ્લા પાંચ વર્ષથી દવાખાનામાં જઈને દિવસો પસાર કરી રહ્યા છે. જાણવા મળ્યા અનુસાર લાલજીભાઈ પહેલા મોટી નોકરી કરતા હતા.
કરોડરજ્જુની બીમારીના કારણે તેઓનું કામ બંધ થઈ ગયું હતું અને પાંચ વર્ષથી તેઓ બીમાર જ છે. તેથી હાલ તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તેમના પત્ની વિશે વાત કરીશું તો તેઓ તેમના પત્ની સાથે રહે છે અને જો કોઈ આપે તો ખાય નહીં તો ભૂખ્યા પેટે જ ક્યારેક સૂઈ જાય છે.ઘણી વાર તો એવી પરિસ્થિતિ આવી પડે છે કે એ પરિવારે શાકભાજી પણ નથી ખાધું હતું.
હાલ તો આવી પરિસ્થિતિમાં તેઓ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે, ત્યારે તેઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે. વિસ્તૃતમાં જણાવીશ તો એ પરિવારમાં તેમના બાળકોના પણ કપડાઓ તેઓએ લીધા નથી જે કોઈ તેમને કપડા આપી જાય છે તે પહેરાવીને ચલાવી લે છે અને તેઓ એક નાનકડા ભાડાના મકાનમાં રહે છે.
ક્યારેક તો તેઓનું ભાડું પણ ભરી શકતા નથી પરંતુ આવી મજબૂરીના કારણે તેઓ હાલ પોતાનું જીવન આવી જ પરિસ્થિતિમાંથી પસાર કરવા મજબૂર બન્યા છે. આવા ગરીબ ની જરૂરિયાત મત લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો- 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment