જે લોકો ભગવાન વિરુદ્ધ અપમાનજનક વાતો લખી રહ્યા છે, તે લોકો ગંદી રાજનીતિ કરી રહ્યા છે અને ભગવાનને રાજકારણમાં ખેંચી રહ્યા છે : અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પર મીડિયા અને સંબોધતા કહ્યું કે ગઈકાલે હું જ્યારે અહીં આવ્યો ત્યારે મેં જોયું કે તેમને ચારે બાજુ મારા વિરોધ પોસ્ટર અને મોટા મોટા હોડિગસ લગાવેલા હતા. તે પોસ્ટરમાં લોકો એક બાજુ મારો ફોટો લગાવ્યો હતો અને બીજી બાજુ ભગવાન વિશે ગમે તેવું લખ્યું હતું આ રીતે

ભગવાન વિરુદ્ધ આવું લખવું ગુજરાતના લોકોને ગમતું નથી.આપણા પુરાણો રામાયણ અને મહાભારતમાં લખ્યું છે કે જ્યારે ઋષિમુનિઓ તપસ્યા કરતા હતા ત્યારે રાક્ષસો આવીને તેમની તપસ્યા ભંગ કરતા હતા અને આ રાક્ષસો ભગવાનનું અને ભક્તોનું અપમાન કરતા હતા જે લોકોએ ચારે બાજુ પોસ્ટર લગાવ્યા છે તેને હું કહેવા માગું છું કે જો તમે

મને નફરત કરતા હોય તો કૃપા કરીને મારું ખરાબ કરો પરંતુ ભગવાનને કંઈ પણ ન કહો.એટલા માટે જ મેં કહ્યું છે કે આ લોકો રાક્ષસોના કંસના સંતાનો છે જ્યારે હું નાનું બાળક હતો ત્યારે મારા દાદી મને પ્રેમથી મને કૃષ્ણ લલા વિશે વાતો કહેતા હતા કારણકે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો છે આથી હું લોકોને કહેવા માગું છું કે હું ભગવાનને અને

મને એક કામ માટે મોકલ્યો છે જ્યારે મારે રાક્ષસોનું નાશ કરવો છે અને જનતાને આ લોકોથી બચાવી છે. આજે પણ લોકો છે જે ભગવાનનું અપમાન કરે છે અને તેમનાથી મારે જનતાને બચાવી છે ને અમે જનતા સાથે મળીને ભગવાનનું કામ કરીશું અને આ લોકો ખોટેખોટા ભગવાનને રાજકારણમાં ખેંચી રહ્યા છે. આવું નિવેદન અરવિંદ કેજરીવાલે મીડિયા સમક્ષ આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*