ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે અનેક નદી અને તળાવમાં પાણીની નવી આવક હતા મગરો બહાર નીકળવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના વડોદરા નજીક આવેલા કરજણમાંથી સામે આવી છે.
કરજણમાં એક મગર રસ્તો ક્રોસ કરીને બીજી તરફ જતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વડોદરાની વિશ્વામિત્રા નદીએ મગરોના વસવાટ માટે જાણીતી થઈ ગઈ છે. પરંતુ હવે મગરવાનો વસવાટ વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગામના લોકોમાં ભારે ભયનો માહોલ છવાયેલો છે.
હાલમાં જ ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં પાણીની નવી આવક થતા બહાર આવી નીકળ્યા છે. ત્યારે કરજણમાં મોડી રાત્રે એક મગર ડિવાઇડર કૂદીની બીજી તરફના રોડની ઝાડીઓમાં જતો જોવા મળ્યો હતો. ત્યાં હાજર એક વ્યક્તિએ આ દ્રશ્યો જોઈને આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો.
મળતી માહિતી અનુસાર આ વિડીયો કરજણના નવા બજાર ડેપો પાસે હુસેન ટેકરી નો હોવાનું સામે આવી રહ્યું છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરમાં દિવસેને દિવસે મગરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા પણ આવો જ એક વિડીયો વડોદરામાંથી સામે આવ્યો હતો. મળતી માહિતી અનુસાર લગભગ આઠ દિવસ પહેલા જાંબુવા નદીમાં પૂર આવતા મગર નદીમાંથી બહાર આવ્યો હતો અને રોડ ક્રોસ કરતો નજરે પડ્યો હતો.
વડોદરાના લોકો સાવધાન…! કરજણમાં ડિવાઇડર કુદીને રોડ ક્રોસ કરી રહેલા મગરનો વિડીયો વાયરલ, સ્થાનિક લોકોમાં ભયનો માહોલ… pic.twitter.com/ZKKGdvRdgN
— GUJJU ROCKZ (@gujju_rockz) July 25, 2022
રોડ ઉપર ખૂંખાર મગરને જોઈને બે બાઈક ચાલકો રોડ પર જ ઉભા રહી ગયા હતા. જ્યારે એક વ્યક્તિએ આ દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા. જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે પણ લોકોમાં ભાઈનો માહોલ હતો, ત્યારે વધુ એક એવો જ વિડિયો વાયરલ થતાં લોકો ખૂબ જ ડરી ગયા છે. ઘણા લોકો તો રાતે બહાર નીકળવાથી પણ ડરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment