આફ્રિકામાં ભરૂચના બે સગા ભાઈઓ ઉપર ગોળી ચલાવવામાં આવી, એક ભાઈનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 4:19 pm, Mon, 25 July 22

વિદેશમાં ગુજરાતી યુવકોની જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના બે સગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં બે ભાઈઓ માંથી એક ભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે એક ભાઈના હાથના ભાગે ગોળી વાગી છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી અનુસાર બંને ભાઈઓ ભરૂચના ટંકારીયા ગામના વતની હતા. ગધ રાતે બનેલી આ ઘટના પાછળનું હજુ કોઈ પણ કારણ સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લૂંટના ઇરાદે બંને ભાઈઓ પર પ્રહાર કરવામાં આવ્યા હતા, જેમાં એક ભાઈનું મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો આફ્રિકાના દેશોમાં રોજગારી માટે વસ્યા છે. આ ઘટના બનતા જ તે લોકો પણ ડરનો માહોલ જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રોજગારીના અર્થે આફ્રિકાના ઝામ્બિયાની રાજધાનીથી લુસાકાથી 130 કિલોમીટરના અંતરે આવેલા કાબવે ટાઉન રહે છે.

મળતી માહિતી અનુસાર બંને ભાઈઓ અહીં ગ્રોસરી શોપ ચલાવે છે. મળતી માહિતી અનુસાર ઘટનાના દિવસે લુટેરાઓ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા. રાત્રે ત્રણથી ચાર વાગ્યાની આસપાસ લુટેરાઓની હલચરના કારણે ઇમરાન ઈબ્રાહીમ જાગી ગયો હતો અને તેને ઘરની તપાસ કરી હતી.

ત્યારે અચાનક એક લુટેરો તેની સામે આવી જાય છે અને ગભરાયેલો લુટેરો સીધો ઇમરાન પર ગોળી ચલાવી દે છે. જેના કારણે ઈમરાન ઘટના સ્થળે જાળી પડ્યો હતો. પોતાના ભાઈને બચાવવા માટે અજમદ પણ ત્યાં આવ્યો હતો. ત્યારે લૂટેરાવો હોય તેના પર પણ ગોળી ચલાવી હતી આ ઘટનામાં અજમદના હાથના ભાગે ગોળી વાગી હતી.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત અજમદને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ઇમરાન ઈબ્રાહીમનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આફ્રિકામાં ભરૂચના બે સગા ભાઈઓ ઉપર ગોળી ચલાવવામાં આવી, એક ભાઈનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*