મિત્રો પાટણના સરસ્વતી તાલુકામાં ઉંદરા નામનું ગામ આવેલું છે અને ત્યાં એક સરસ મજાની વખાણવા જેવી ઘટના ઘટી છે જોકે આપણે આ પ્રસંગને લઈને અહેવાલ પહેલાં પણ લઈને આવ્યા હતા અને ફરી એક વખત આપને રજૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો ઉંદરા ગામની એક મહિલા તેમની દીકરીના લગ્નની કંકોત્રી મંદિરમાં મૂકવા આવી હતી
અને મૂકીને રડતા રડતા બહાર આવતા ગામના લોકોએ પૂછ્યું કે કેમ બહેન તમે રડો છો ત્યારે કહ્યું કે મારી દીકરીના લગ્ન છે અને મારે કોઈ ભાઈ નથી તો મારી દીકરીનું મામેરુ કોણ ભરશે?આ વાત સાંભળતા સંવેદનશીલ ગામવાળા લોકો ભાવુક થઈ ગયા અને બહેને ગામવાળા ને કહ્યું કે તમે 25 રૂપિયા
અને શ્રીફળ લઈને મારી લાડલી દીકરીના લગ્નમાં આવશો? મહિલાની વાત સાંભળીને ગામના લોકો એક થયા અને સાત લાખથી વધુની રકમ એકત્ર કરીને ધામધૂમતી ડીજે અને ઢોલના તાલે દીકરીનું મામેરુ ભરવા તૈયાર થયા હતા. આ મહિલાના લગ્ન બાદ જ તેમના મમ્મી પપ્પાને તેમના ભાઈનું નિધન થયું હતું
અને તેમના પિયર કોઈ તેમના પરિવારમાં હતું નહીં અને વર્ષો પછી દીકરીના લગ્ન લેવાયા ત્યારે બહેના મનમાં એક મૂંઝવણ હતી કે મારા મોસાળમાં કોઈ નથી તો મારી દીકરીના લગ્ન પ્રસંગે મામેરુ કોણ ભરશે.પરંતુ ભલું કહેવાય એક ગામ વાળા નું કે ગામના લોકો એક થયા
અને બહેનની આંખમાંથી આંસુ લૂછીને 7,00,000 ની મોટી રકમ જે કોઈપણ ભાઈને દેવી ખૂબ જ મુશ્કેલ છે જે ગામ લોકોએ વિધિ મુજબ મામેરુ લઈને બહેનના સાસરા ના ઘરે પહોંચ્યા હતા અને બહેનને કહ્યું હતું કે બહેન તારા ભાઈઓ આજથી અમે છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment