ગુજરાત રાજ્યમાં થોડાક દિવસના આરામ બાદ ફરી એક વખત વરસાદ ધમાકેદાર એન્ટ્રી લઈ શકે છે. ત્યારે હવામાન વિભાગના નિશાન અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ ભારે વરસાદ થશે તેવી શક્યતાઓ છે.
હવામાન નિશાન અંબાલાલ પટેલની આગાહી મુજબ મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત નવસારી, સુરત, વલસાડમાં ભારે વરસાદના કારણે તાપી નદીનો જળસ્ત્રોત વધશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં બે થી ચાર તારીખ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના વરસાદથી સાબરમતી નદીનો જળસ્ત્રોત વધશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 48 કલાકમાં ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે થઈ હતી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે ભુકા કાઢી નાખ્યા હતા. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે પુર જેવી પરિસ્થિતિઓ સર્જાય હતી. દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. જેના કારણે નાના-મોટા જળાશયો તથા ચેક ડેમ વરસાદી પાણીના કારણે છલોછલ થઈ ગયા છે.
ભારે વરસાદના કારણે અનેક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ બગડાસટી બોલાવી દેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment